Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    0845 345 4 345પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

34. મારૂં ઘર કાઉન્સિલ સ્ટૉક ટ્રાન્સફર (council stock transfer)નો ભાગ છે. આનાથી મારા પર શું અસર થાય છે?

કાઉન્સિલ સ્ટૉક ટ્રાન્સફરો ( ' council stock transfer) અને તમને શું અધિકારો છે તે જાણો.

‘કાઉન્સિલ સ્ટૉક ટ્રાન્સફર’ (council stock transfer) નો અર્થ છે કે તમે કાઉન્સિલના સુરક્ષિત ભાડૂઆત થવામાંથી એક ‘રજિસ્ટર્ડ સોશ્યલ લેન્ડલોર્ડ’ (registered social landlord) (દાખલા તરીકે કોઇ હાઉસિંગ ઍસોસિએશન)ના સુરક્ષિત ભાડૂઆતમાં પરિવર્તિત થાવ છો. ટ્રાન્સફર થઇ શકે એની પહેલા તમારા નવા મકાનમાલિકે નવો સુરક્ષિત ભાડા કરાર (ઍશ્યોર્ડ ટેનન્સી એગ્રીમેન્ટ assured tenancy agreement) આપવા સંમત થવું પડશે.

તમારો નવો ભાડા કરાર તમારા અધિકારો તેમ જ ભાડા અને બીજા કોઇ પણ ખર્ચ, તે કેટલી વાર વધશે, અને તમારે કોઇ પણ પરિવર્તન માટે કેટલી નોટિસ મેળવવી જોઇએ, તે બધી જ વિગતો જણાવે છે. તેમાં સ્પષ્ટપણે જણાવાયેલું હોવું જોઇએ કે મકાનમાલિક તમારા માટે શું કરશે, અને તમે દાખલા તરીકે તેની સજાવટ અને મરામત સહિત તમારા ઘર માટે શું કરી શકો.

જો તમને તમારૂં કાઉન્સિલનું ‘ઘર ખરીદવાનો અધિકાર’ (રાઇટ ટુ બાય - right to buy) હોય, તો તમને ટ્રાન્સફર પછી પણ તમારૂં ઘર ખરીદવાનો અધિકાર હશે. આને ‘પ્રિઝર્વ્ડ રાઇટ ટુ બાય’ (preserved right to buy) કહેવામાં આવે છે. તમને ‘પ્રિઝર્વ્ડ રાઇટ ટુ બાય’ (preserved right to buy) ન હોય તો પણ તમે ‘રાઇટ ટુ એક્વાયર’ (right to acquire) ને પાત્ર હોઇ શકો. ‘રાઇટ ટુ એક્વાયર’ (right to acquire) રજિસ્ટર્ડ સોશ્યલ લેન્ડલોર્ડના ભાડૂઆતોને તેમનું ઘર વળતર સાથે ખરીદવાનો કાયદાકીય અધિકાર આપે છે.

આ યોજના 1 એપ્રિલ 1997 પછી સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી રજિસ્ટર્ડ સોશ્યલ લેન્ડલોર્ડઝને ટ્રાન્સફર થઇ હોય એવી સંપત્તિઓને લાગુ પડે છે, પણ એમાં કેટલાંક અપવાદો છે, જેમ કે નાના ગ્રામીણ સમુદાયોમાંના ઘરો. આ યોજના માટે પાત્ર ઠરવા તમે ઓછામાં ઓછા બે વર્ષ પબ્લિક સેક્ટર ટેનન્ટ તરીકે ગાળ્યા હોવા જોઇએ.

જો તમારે કાઉન્સિલ સ્ટૉક ટ્રાન્સફર અથવા રહેઠાણના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા હાઉસિંગ એડવાઇઝર્સમાંથી એક સાથે 0845 345 4 345 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર