Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    0845 345 4 345પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

33. મારા મકાનમાલિક મારી નુકસાન પેટે લેવાયેલી ડિપોઝિટ પરત નથી કરતા. મારા અધિકારો શું છે?

તમારા મકાનમાલિક તમારી ડિપોઝિટ પાછી ન આપે તો શું કરવું.

જો તમારો ભાડા કરાર 6 એપ્રિલ 2007 થી શરૂ થયો હોય, તો તમારા મકાનમાલિકે તમારી ડિપોઝિટ એક સ્વતંત્ર સરકાર દ્વારા અધિકૃત ટેનન્સી ડિપોઝિટ યોજના (tenancy deposit scheme) માં મૂકી હોવી જોઇએ. આ યોજનાનો અર્થ છે કે તમારી ડિપોઝિટ સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. જો તમે અને તમારા મકાનમાલિક ભાડા કરાર પૂરો થયે તમારે (જો મળવાની હોય તો) કેટલી ડિપોઝિટ પાછી મેળવવી જોઇએ તે બાબતે સંમત ન થઇ શકો, તો યોજના નક્કી કરશે.

જો તમારો ભાડા કરાર આ સમયગાળાની વચ્ચે હોય, પણ તમારા મકાનમાલિકે તમારી ડિપોઝિટ કોઇ ટેનન્સી ડિપોઝિટ યોજના (tenancy deposit scheme) માં ન મૂકી હોય, તો તેમને દંડ થઇ શકે અને તેમને તમને વળતર ચૂકવવા ફરજ પાડી શકાય. પણ જો તમે આ પરિસ્થિતિમાં હો, તો તમારે શું કરવું જોઇએ એ બાબતે સલાહ મેળવવી પડશે.

જો તમે તમારી ડિપોઝિટ 6 એપ્રિલ 2007 પહેલા ચૂકવી હોય, તો તમારા મકાનમાલિક એ નાણાં ધરાવતા હશે અને ડિપોઝિટની સમસ્યાઓનો સામનો કરવાનો વધુ અઘરો થઇ શકે. જો તમારા મકાનમાલિક તમારી ડિપોઝિટ પાછી આપવા તૈયાર ન થાય, તો પહેલા તેમની સાથે વાટાઘાટો કરવાનો પ્રયત્ન કરો. તેમને પત્ર લખીને પૂછો કે તેઓ કેટલાં નાણાં પોતાની પાસે રાખી રહ્યાં છે અને ખરેખર શાના માટે. જો તેઓ જવાબ આપે, તો તેઓ જે કહે છે તે સાચું અને વાજબી છે કે કેમ તે તપાસો.

જો વાટાઘાટો કરવાથી ફાયદો ન થાય, તો તમે સ્મોલ ક્લેઇમ્સ પ્રોસિજર (small claims procedure) નો ઉપયોગ કરી (જો રકમ £5,000થી ઓછી હોય તો) તમે કાયદાકીય પગલાં લઇ શકશો. આ કરવામાં તમને બહુ ખર્ચ નહીં થાય, અને તમારે વકીલની જરૂર નહીં પડે. તમારે અદાલતમાં પણ ન જવું પડે એવું બને:કેટલીક વાર કાયદાકીય પગલાંની ધમકી લોકોને પૈસા આપવા મજબૂર કરવા માટે પૂરતી હોય છે. જો કે, તમારે ડેમેજ ડિપોઝિટના બદલે મહિનાનું ભાડું રોકી રાખવું ન જોઇએ – આ ગેરકાયદે છે. જો તમે આમ કરવા ધારતા હો, તો તમારે કાયદાકીય સલાહ મેળવવી જોઇએ.

જો તમારે તમારી મકાનમાલિક દ્વારા રાખી લેવાતી જમા રકમ (ડિપોઝિટ) અથવા રહેઠાણના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા હાઉસિંગ એડવાઇઝર્સમાંથી એક સાથે 0845 345 4 345 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર