Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    0845 345 4 345પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

32. હું બેઘર છું. હું શું કરી શકું?

જો તમારી પાસે રહેવાની કોઇ જગ્યા ન હોય તો તમારા અધિકારો અને વિકલ્પો જાણો.

જો તમારી પાસે રહેવાની કોઇ જગ્યા ન હોય, તો તમે બેઘર છો અને તમને તમારી સ્થાનિક કાઉન્સિલ પાસેથી મદદ માંગવાનો કાયદાકીય અધિકાર છે. તેમણે તમારા કેસ વિશે વિચાર કરવો જોઇએ, અને જો તમે તે માટે પાત્ર હો, તો તેમણે તમને કામચલાઉ ધોરણે અથવા લાંબા ગાળા માટે રહેવાની જગ્યા શોધી આપવી જોઇએ.

જો તમને લાગતું હોય કે તમે બેઘર થઇ જઇ શકો (દાખલા તરીકે તમને તમારા મકાનમાંથી બહાર કાઢવામાં આવવાના છે) તો શક્ય એટલી ઝડપથી સ્થાનિક કાઉન્સિલનો સંપર્ક સાધો. તમારે એક હોમલેસનેસ એપ્લિકેશન ફોર્મ (homelessness application form) ભરવું પડશે અને તમને કાઉન્સિલની કચેરીમાં પ્રશ્નો પૂછવામાં આવી શકે. આ સમયે તમે કાઉન્સિલના રહેઠાણ માટેના વેઇટિંગ લિસ્ટમાં જોડાવા માટે અરજી પણ કરી શકો.

જો તમે બેઘર હો અને કાઉન્સિલ નક્કી કરે કે તમે ‘મદદ મેળવવાને પાત્ર’ (એલિજિબલ ફોર આસિસ્ટન્સ - eligible for assistance ) છો અને તમારી ‘અગ્રતા ધરાવતી જરૂરિયાત’ (પ્રાયોરિટિ નીડ - priority need) છે, તો તેણે નિશ્ચિત કરવું પડશે કે તમારી પાસે તે તમારા કેસની તપાસ કરે તે દરમ્યાન રહેવા માટે કોઇ જગ્યા છે. કાઉન્સિલો તમે ‘એલિજિબલ ફોર આસિસ્ટન્સ’ (eligible for assistance) છો કે કેમ અને ‘પ્રાયોરિટિ નીડ’ (priority need) માં છો કે કેમ તે નિશ્ચિત કરી શકે તે માટે કેટલાંક નિયમો છે, આ નિયમો જટિલ છે અને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તે સ્હેજ જુદા – જુદા છે, પણ તમે ‘પ્રાયોરિટિ નીડ’ (priority need) માં છો એમ માનવામાં આવે છે, દાખલા તરી કે જો:

  • તમે સગર્ભા હો;
  • તમારે બાળકો હોય;
  • તમે મોટી ઉંમરના હો; અથવા
  • જો તમે અનેક કારણોમાંથી કોઇ એકના લીધે જોખમી સ્થિતિમાં હો.

જ્યારે કાઉન્સિલ તમારા કેસની તપાસ કરે છે, ત્યારે તે બીજી વસ્તુઓ ઉપરાંત તમે શા માટે બેઘર બની ગયા તે જોશે. જો તે નક્કી કરે કે તમે ‘ઇરાદાપૂર્વક બેઘર’(ઇન્ટેન્શ્નલી હોમલેસ - intentionally homeless) છો કારણ કે તમે એવા સમયે ઘર છોડ્યું જ્યારે તમારે તે છોડવાની જરૂર ન હતી, તો તે તમને લાંબા ગાળા માટે ક્યાંય રહેવાની જગ્યા ન આપે એવું બની શકે.

જો તમારે તમારા બેઘર હોવા અથવા રહેઠાણના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા હાઉસિંગ એડવાઇઝર્સમાંથી એક સાથે 0845 345 4 345 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર