Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    0845 345 4 345પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

31. મને ઘર પર લીધેલા કરજ (મોર્ગેજ)ની ચૂકવણી બાકી હોવાથી ઘરની બહાર કાઢવામાં આવી રહ્યો રહી છે. હું શું કરી શકું?

જ્યારે તમે કરજની બાકી ચૂકવણીના કારણે તમારૂં ઘર ખોવાના જોખમમાં હો, તો કોના તરફ વળવું

જો તમને તમારૂં મોર્ગેજ ચૂકવવામાં તકલીફ પડી રહી હોય, તો તમારૂં ઘર રિપઝેસ કરી લેવામાં આવે તેનું જોખમ ટાળવા માટે ઝડપથી પગલાં લેવા જરૂરી છે.

જો કે, તમારૂં ઘર ત્યાં સુધી રિપઝેસ કરવામાં ન આવી શકે, જ્યાં સુધી આ ન થયું હોય:

  • પહેલું, તમને મોર્ગેજ આપનારે સંપત્તિ રિપઝેસ કરવા માટે અદાલતનો હુકમ મેળવી લીધો હોય; અને
  • બીજું, અદાલતે તમને ઘરમાંથી બહાર કાઢવા માટે વોરંટ સાથે એક કોર્ટ બેઇલિફ નિયુક્ત કર્યાં હોય

તમારૂં પહેલું પગલું તમારી બેંક, બિલ્ડિંગ સોસાયટી અથવા અન્ય કરજ આપનાર સાથે તમારા મોર્ગેજની ચર્ચા કરવાનું હોવું જોઇએ. મોટા ભાગના કરજ આપનારાઓ તમારી સાથે બાકી નિકળતી કોઇ પણ રકમ બાબતે ચર્ચા કરવા રાજી હશે, જેથી તેઓ આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવી શકે. તમારે તમારી આવક અને જાવક જોવી જોઇએ અને તમને કરજ આપનાર સાથે પાછલી બાકી નિકળતી રકમ ચૂકવવા માટે સમજૂતિ સાધવાનો પ્રયત્ન કરવો જોઇએ. તમારા માટે તમારા મોર્ગેજની વધુ વાસ્તવિક ચૂકવણી માટે સંમત થવું શક્ય હોઇ શકે, દાખલા તરીકે, જો તમે તમારૂં ઘર ખોવાનું ટાળવા માંગતા હો તો.

જો તમારે તમારા ઘર પર લીધેલા કરજ (મોર્ગેજ)ની બાકી ચૂકવણીની રકમ અથવા રહેઠાણના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા હાઉસિંગ એડવાઇઝર્સમાંથી એક સાથે 0845 345 4 345 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર