Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    0845 345 4 345પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

24. મને નોકરીએ રાખનાર મને ફાજલ પાડી રહ્યાં છે અને મને નથી લાગતું કે તે ન્યાયી હોય. હું શું કરી શકું?

જો તમને એમ લાગતું હોય કે તમને અન્યાયી રીતે છૂટા કરવામાં આવી રહ્યાં છે, તો શું કરવું.

જો તમને તમારી નોકરીમાં ઓછામાં ઓછું એક વરસ થયું હોય અને તમને ફાજલ પાડવામાં આવી રહ્યાં હોય, તો તમને નોકરીએ રાખનારે નિમ્નલિખિત કર્યાં હોય તે નિશ્ચિત કરવું જોઇએ:

  • તેમણે દર્શાવવું જોઇએ કે તમને ફાજલ પાડ્યા પછી તમારૂં પદ ચાલુ નહીં રહે.
  • તેમણે તમને ફાજલ પાડવામાં આવે તે પહેલાં તમારી સાથે ફાજલ પડાવાના વિકલ્પોની ચર્ચા કરવી જોઇએ, અને તમને તે જ સંસ્થામાં બીજી નોકરી શોધી આપવાનો પ્રયત્ન કરવો જોઇએ. આ નોકરી તમારી અગાઉની નોકરી જેવી જ હોય, કે તે જ સ્થળે હોય એવું જરૂરી નથી, પણ એ કંઇક એવું હોવું જોઇએ જે તમે કરી શકો એમ હોય.
  • તેમણે બતાવવું જોઇએ કે તમને ફાજલ પાડવા માટે પસંદ કરવાના કારણો ન્યાયી અને વાજબી છે.

જો તમને લાગતું હોય કે તમને નોકરીએ રાખનારે આમાંની કોઇ પણ એક વસ્તુ નથી કરી, તો તમે કોઇ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal)માં અનફેર ડિસમિસલ (unfair dismissal) નો ક્લેઇમ કરી શકો. જો તમે બતાવી શકો કે તમને અન્યાયી રીતે ફાજલ પાડવામાં આવ્યા હતા, તો તમને રિડન્ડન્સી પેમેન્ટ (redundancy payment) તેમ જ પગાર ખોવા (લોસ ઑફ પે) માટે વળતર પણ મળી શકે.

ક્લેઇમ કરવા માટે તમારી સૌથી નજીકની એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal) ઑફિસનો સંપર્ક સાધો અને ક્લેઇમ ફોર્મ માંગો. તમે સૌથી નજીકની ઑફિસ ક્યાં છે તે 0845 795 9775 પર એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ ઇન્ક્વાયરીને ફોન કરીને જાણી શકશો. તમારે તમને જે દિવસથી ફાજલ પાડવામાં આવ્યા તે તારીખથી ત્રણ મહિનામાં એક દિવસ ઓછા સુધીમાં તમારો ક્લેઇમ કરવો જોઇએ. માટે જો તે 1 ઓગસ્ટ 2009 હતી, તો તમારે કોઇ ટ્રિબ્યુનલમાં 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરી દેવી પડે.

જો તમે તે નોકરી પર બે વર્ષથી વધુ સમયથી હો, તો તમે રિડન્ડન્સી પેમેન્ટ (redundancy payment) મેળવવાને પાત્ર હો એવી શક્યતા છે. પ્રશ્ન 25, ‘મને રિડન્ડન્સી પેમેન્ટ (redundancy payment) પેટે શું મળવું જોઇએ?’ના જવાબમાં આ વિશે વધુ માહિતી છે.

જો તમને અન્યાયપૂર્ણ રીતે ફાજલ પડાવા સાથે અથવા નોકરીના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા એમ્પ્લોયમેન્ટ એડવાઇઝર્સમાંથી એક સાથે 0845 345 4 345 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર