શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?
- મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો
0845 345 4 345પર ફોન કરો - સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
- શનિ સવારે 9 - બપોરે12:30
- કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો
તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો
22. મને નોકરીએ રાખનાર મારા પગારમાંથી પૈસા કાપે છે – મારાં શું અધિકારો છે?
તમને નોકરીએ રાખનાર તમારા પગારમાંથી પૈસા કાપી લેતા હોય તો તમે શું કરી શકો.
તમને નોકરીએ રાખનારને તમારા પગારમાંથી પૈસા કાપવાની છૂટ તો જ છે, જો તમે તે માટે લેખિત રૂપે સંમત થયા હો, અથવા કાયદાની રૂએ અથવા તમારા નોકરીના કરારની કોઇ શરતને આધીન તેમને તે પૈસા કાપવાનો અધિકાર હોય. આ દાખલા તરીકે ચાઇલ્ડ મેઇન્ટેનન્સ, કોઇ લોનની ચૂકવણી, અથવા કાઉન્સિલ ટેક્સ જેવું કોઇ ઔપચારિક કરજ હોય.
જો તમને લાગતું હોય કે તમને નોકરીએ રાખનાર ગેરકાયદે રીતે તમારા પગારમાંથી પૈસા કાપે છે, તો તમે આ મુદ્દાની તેમની સાથે ચર્ચા કરી શકો અથવા તમે આ મામલો કોઇ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal)માં ઉઠાવી શકો, અથવા બંને કરી શકો.
તમને નોકરીએ રાખનારને પૂછો કે તેઓ શા માટે પૈસા કાપે છે. જો તમે તેમના જવાબથી નાખુશ હો, તો તેમને તેમણે કાપેલાં નાણાં સાત દિવસની અંદર પરત કરવાની માંગણી કરતો પત્ર લખો. તમારા પત્રમાં તેમને જણાવો કે જો તમે તે નાણાં નહીં મેળવો, તો તમે તમારો કેસ કોઇ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal)માં લઇ જશો. તમારો પત્ર રેકોર્ડેડ ડિલિવરી દ્વારા મોકલો અને તેની એક નકલ સાચવી રાખો.
જો તમને નોકરીએ રાખનાર પૈસા પાછા ન આપે, તો તમે કોઇ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal)માં ક્લેઇમ કરી શકો – તમારી સૌથી નજીકની એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal) ઑફિસનો સંપર્ક સાધો અને એક ક્લેઇમ ફોર્મ માંગો. તમે સૌથી નજીકની ઑફિસ ક્યાં છે તે 0845 795 9775 પર એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ ઇન્ક્વાયરીને ફોન કરીને જાણી શકશો.
તમારે તમને લાગતું હોય કે તમને નોકરીએ રાખનારે ગેરકાયદેસર પૈસા કાપ્યાં છે, તે દિવસથી ત્રણ મહિનામાં એક દિવસ ઓછા સુધીમાં તમારો ક્લેઇમ કરવો જોઇએ. આનો અર્થ એ છે, કે દાખલા તરીકે, જો તમને 1 ઓગસ્ટ 2009ના રોજ પગાર ચૂકવાયો હોવો જોઇતો હતો, તો તમારે કોઇ ટ્રિબ્યુનલમાં 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરી દેવી પડે.
જો તમને તમારા પગારમાંથી પૈસા કપાવા સાથે અથવા નોકરીના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા એમ્પ્લોયમેન્ટ એડવાઇઝર્સમાંથી એક સાથે 0845 345 4 345 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.
