શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?
- મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો
0845 345 4 345પર ફોન કરો - સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
- શનિ સવારે 9 - બપોરે12:30
- કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો
તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો
18. હું મારા બાળકને મારે તેને દાખલ કરાવવું છે તે શાળામાં દાખલ કરાવી શકતો શકતી નથી. હું શું કરી શકું ?
તમારા બાળક માટે શાળા પસંદ કરતી વખતે તમારા અધિકારો.
તમને તમારે તમારા વિસ્તારમાં તમારા બાળકને સરકાર દ્વારા ચલાવાતી કઇ શાળામાં મૂકવું છે તે પસંદ કરવાનો અધિકાર છે. જો કે, જો તે શાળામાં જગ્યા ન હોય, અથવા તમારૂં બાળક દાખલ થવાની જરૂરિયાતો પૂરી ન કરતું હોય, તો તેને પ્રવેશ આપવાની ના પાડી શકાય. જો તમારા બાળકને તેની અગાઉની શાળામાંથી બે અથવા વધુ વાર બહાર કાઢવામાં આવ્યું હોય, તો પણ તમને સમસ્યા થઇ શકે.
જો તમે પસંદ કરેલી શાળામાં દાખલ થવા માટે જગ્યા હોય તેનાથી વધુ બાળકો અરજી કરે, તો શાળા કોને સ્થાન આપવું (દાખલ કરવું) તે નક્કી કરવા માટે ‘ઓવરસબ્સ્ક્રિપ્શન’ (oversubscription)ના નિયમો નો ઉપયોગ કરશે. શાળાએ તમને જણાવવું જોઇએ કે આ નિયમો શું છે – તે ઘણી વાર શાળાની માહિતી પુસ્તિકા (પ્રોસ્પેક્ટસ) માં હોય છે.
જો તમારા બાળકને દાખલ કરવાની ના પાડવામાં આવે, તો સામાન્ય રીતે તમે એક સ્વતંત્ર પેનલને અપીલ કરી શકો. શાળા અથવા સ્થાનિક સત્તાવાળાઓએ તમને આ જણાવતો પત્ર લખવો જોઇએ:
- તમારા બાળકને શા માટે તમે પસંદ કરેલી શાળામાં સ્થાન ન મળ્યું;
- કેવી રીતે અપીલ કરવી; અને
- તમારી પાસે અપીલ કરવા માટે કેટલો સમય છે.
તમે, તમારા બાળકને શા માટે તમે પસંદ કરેલી શાળામાં જવાની જરૂર છે, તે પત્ર લખી સ્થાનિક સત્તાવાળાઓ (અથવા, જો તમારૂં બાળક સરકાર દ્વારા ચલાવાતી શાળામાં ન હોય, તો શાળાનું સંચાલન કરતા મંડળ – ગવર્નિંગ બૉડી) ને સમજાવી અપીલ કરી શકશો. તમને પછી જણાવવામાં આવશે કે જેમાં તમે તમારી વાત રજૂ કરી શકો, તે સુનાવણી ક્યારે થશે.
જો તમને તમારા બાળકને તમારી પસંદગીની શાળામાં દાખલ કરાવવામાં અથવા શિક્ષણના બીજા કોઇ પણ પાસા સાથે વ્યવહાર કરવામાં મદદની જરૂર હોય, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા એજ્યુકેશન એડવાઇઝર્સમાંથી એક સાથે 0845 345 4 345 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.
