Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    0845 345 4 345પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

6. હાયર પરચેઝ અથવા કંડિશ્નલ સેલ કરારમાં મારા અધિકારો શું છે?

હાયર પરચેઝ અથવા કંડિશ્નલ સેલ કરાર દરમ્યાન તમે શું કરી શકો અને શું ન કરી શકો.

જો તમે હાયર પરચેઝ (HP) અથવા તેના જેવી કોઇ સ્કીમ, જે ‘કંડિશ્નલ સેલ કરાર’ (Conditional Sale Agreement) તરીકે ઓળખાય છે, માં ગાડી કે રાચરચીલુ ખરીદ્યા હોય, તો તમે તેનો છેલ્લો હપ્તો ન ચૂકવો ત્યાં સુધી તમે તેના માલિક થઇ જતા નથી. ત્યાં સુધી તે લેણદાર (ફાઇનાન્સ કંપની)ની મિલ્કત છે.

જો તમે ઇચ્છો, તો તમે ફાઇનાન્સ કંપનીને પત્ર લખી, તેમાં સ્પષ્ટપણે જણાવીને, કે તમે કરાર પૂરો કરવા માંગો છો, કરાર સમય કરતા વહેલો પૂરો કરી શકો. જો તમે કરાર સમય કરતા વહેલો પૂરો કરો, તો તમારે તે સામાન પાછો આપવાનો રહે છે, અને સામાન્ય રીતે તમારે કરાર હેઠળ આપવાપાત્ર થતી રકમનો અડધો ભાગ તમે પહેલા ચૂકવી દીધેલી રકમ બાદ કરીને આપવાનો રહેશે.

જો તમે નિશ્ચિત કરેલી રકમ ન ભરો, તો ફાઇનાન્સ કંપની શું પગલાં લઇ શકે તેનો આધાર તમે પહેલાં કેટલી રકમ ચૂકવી ચૂક્યાં છો એની પર રહે છે:

  • જો તમે ચૂકવવાની થતી રકમના ત્રીજા ભાગ કરતા ઓછી રકમ ચૂકવી હોય, તો ફાઇનાન્સ કંપની તે વસ્તુ રિપઝેસ (Repossess) કરી શકે (પાછી લઇ જઇ શકે) – પણ તો જ, જો તે કોઇ જાહેર જગ્યાએ પડી હોય. માટે તેઓ કોઇ ગાડી રિપઝેસ કરી શકે, પણ તેઓ તમારા ઘરની અંદર આવીને તમારૂં રાચરચીલું લઇ જઇ શકે નહીં.
  • જો તમે કુલ રકમનો ત્રીજો ભાગ અથવા તેથી વધુ રકમ ચૂકવી હોય, તો લેણદારે તે વસ્તુ પાછી મેળવવા માટે, અથવા તો તમારી પાસેથી તે રકમ ચૂકવાવવા માટે અદાલતી કાર્યવાહી શરૂ કરવી પડે. આમ થાય તો અદાલત તમને સુનાવણીની તારીખ મોકલશે, જ્યારે તે નક્કી કરશે કે તમારે વસ્તુ પાછી આપવાની રહેશે કે પછી તે તમે જે રકમ ચૂકવવાની તૈયારી બતાવો, તે સ્વીકારી શકાય એવી છે કે કેમ.

જો તમને હાયર પરચેઝ કરાર (Hire Purchase Agreement) અથવા કરજના બીજા કોઇ પણ પાસા વિશે મદદની જરૂર હોય, તો અને તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા કોઇ ડેટ એડવાઇઝર સાથે 0845 345 4 345 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર