Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    0845 345 4 345પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

41. અમે જે ઘરમાં સાથે રહીએ છીએ, તે જો મારા સાથીના એકલાના જ નામ પર હોય, તો શું મારા તેના પર કોઇ અધિકાર હોય?

જો તમે તમારા સાથી સાથે રહેતા હોય, પણ પરણેલાં નથી, તો તમને ખબર હોવી જોઇએ કે ઇંગ્લેન્ડ અને વેલ્સના કાયદામાં ‘કૉમન-લૉ વાઇફ’ અથવા ‘કૉમન-લૉ હસબન્ડ’ (પરણવા માટે સંમત થઇ સાથે રહેવાથી પતિ-પત્ની તરીકે સ્વીકારાવું) જેવું કંઇ નથી. કોહેબિટીઝ (સાથે રહેનારા લોકો) તરીકે કાયદો તમને એક સંપત્તિ વહેંચીને વાપરતા બે વ્યક્તિઓ તરીકે જુએ છે.

હવે વધુને વધુ યુગલો પરણ્યા વિના સાથે રહે છે. જો કે, સંબંધ ભલે ગમે તેટલો લાંબો ચાલ્યો હોય, કાયદો તો પણ તે યુગલને અલગ વ્યક્તિઓ તરીકે જુએ છે, જેમને, જો તેમની વચ્ચેનો સંબંધ પૂરો થાય, તો એક બીજા પરત્વે કોઇ અધિકારો કે ફરજો હોતાં નથી (સિવાય કે તેઓ સમલિંગી હોય, અને તેમણે ઔપચારિક દીવાની ભાગીદારી (સિવિલ પાર્ટનરશિપ) કરી હોય.

આવા યુગલો માટે કેટલાંક લાંબા ગાળાના પરિણામો છે, ખાસ કરીને તેમના ઘર સંબંધે, જે સામાન્ય રીતે સૌથી મોટી સંપત્તિ હોય છે. પરિણિત યુગલોના કિસ્સામાં હોય છે તેના વિરૂદ્ધ અપરિણિત સાથીઓનો સાથીની સંપત્તિ પર કે તેઓ છૂટાં પડે, તો ભરણ-પોષણ મેળવવાનો કોઇ અધિકાર હોતો નથી. મૂળભૂત રીતે જે તેનું છે તે તેનું છે, અને જે તેણીનું છે, તે તેણીનું છે, અને જે સંયુક્ત માલિકીનું હોય, તે તમે કોઇ પણ બીજા સંયુક્ત માલિક સાથે કરો તેમ, સરખા ભાગે વહેંચાવુ જોઇએ.

તે ઘરમાંની વ્યવસ્થા પર આધાર રાખે છે, કે જે વ્યક્તિ સંપત્તિની માલિક નથી તે તેણે કુટુંબરૂપી એકમમાં આપેલ ફાળા વડે તેના પર કોઇ અધિકાર મેળવે છે કે કેમ. તેમને આ અધિકાર આપોઆપ મળી જતો નથી. સામાન્ય રીતે ઘરમાં કરેલ મોટા રોકાણમાં આપવામાં આવેલ આર્થિક ફાળા, જેમ કે સંપત્તિમાં સુધારા કે ફેરફારો કરવા માટે ચૂકવાયેલી રકમ અથવા કરજ (મોર્ગેજ) ચૂકવવામાં અપાયેલ રકમને જ ગણતરીમાં લેવામાં આવશે.

ક્યારેક તમે એવી દલીલ કરી શકો કે તમને અધિકારો છે કારણ કે તમે ઘરનાં બિલો અથવા મોર્ગેજની ચૂકવણી કરી છે, પણ તે હંમેશા સીધું-સરળ હોતું નથી. તે તમે જ્યારે સાથે રહેવાનું શરૂ કર્યું ત્યારે તમે બંને ઘરને સંયુક્ત સંપત્તિ તરીકે જોતા હતાં કે કેમ તેના પર આધાર રાખે છે. જો એમ બતાવી શકાય કે તમે બંને માનતા હતાં કે ઘર સંયુક્ત સંપત્તિ છે, તો તે સંપત્તિ પર અધિકાર સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે.

આ બધું સંજોગો પર આધાર રાખે છે, અને તે જે માલિક ન હોય તેણે સાબિત કરવાનું રહે છે, કે તેનો સંપત્તિ પર અધિકાર છે. આ કિસ્સાઓ જટિલ હોઇ શકે અને તમને જો પ્રશ્નો હોય, તો તમારે કાયદાકીય સલાહ મેળવવી જોઇએ.

પાછા ઉપર