આ વિભાગમાં
શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?
- મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો
0845 345 4 345પર ફોન કરો - સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
- શનિ સવારે 9 - બપોરે12:30
- કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો
તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો
નિયમો અને શરતો
આ વેબસાઇટનો ઉપયોગ કરવો
કમ્યુનિટિ લીગલ એડવાઇસ (Community Legal Advice) વેબસાઇટ લીગલ સર્વિસિઝ કમિશન (Legal Services Commission) દ્વારા તમારે અંગત રીતે જોવા અને વાપરવા માટે ચલાવવામાં આવે છે. તમે આ વેબસાઇટ પર આવો અને તેનો ઉપયોગ કરો તેનો અર્થ એવો છે કે તમે આ નિયમો અને શરતો સ્વીકારો છો.
જાહેર ઇન્કાર (ડિસ્કલેઇમર)
અમે (લીગલ સર્વિસિઝ કમિશન) આ વેબસાઇટ પરની માહિતી ભૂલ વિનાની હોય તે નિશ્ચિત કરવા માટે વાજબી પગલાં લઇએ છીએ. કૃપા કરી નોંધ લેશો કે આ માહિતી ફક્ત માર્ગદર્શિકા તરીકે જ પૂરી પાડવામાં આવેલી છે.
આ વેબસાઇટ અથવા તો તેના પેજિઝ જેની સાથે જોડાતા હોય એવી કોઇ પણ અન્ય વેબસાઇટ પરની કોઇ પણ ભૂલ, કોઇ અધૂરી માહિતી અથવા કોઇ ગેરમાર્ગે દોરતા વિધાન માટે લીગલ સર્વિસિઝ કમિશન દ્વારા કે તેના વતી કોઇ પણ જવાબદારી સ્વીકારવામાં આવતી નથી.
આ વેબસાઇટ અથવા તો તેના પેજિઝ જેની સાથે જોડાતા હોય એવી કોઇ પણ અન્ય વેબસાઇટ પર કોઇ પણ સંસ્થા, કંપની અથવા વ્યક્તિના ઉલ્લેખનો અર્થ એવો નથી થતો કે લીગલ સર્વિસિઝ કમિશન આવી કોઇ પણ સંસ્થા, કંપની કે વ્યક્તિની પ્રતિષ્ઠા અથવા ક્ષમતાને સ્વીકૃતિ આપે છે કે તેને સમર્થન આપે છે.
‘આ પેજિઝ અથવા આ પેજિઝ જેમની સાથે જોડતા હોય તેવી અન્ય વેબસાઇટ્સ પર જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેવી બધી જ સંસ્થાઓ, કંપનીઓ અથવા વ્યક્તિઓ, જેમાં સી એલ એસ ક્વૉલિટિ માર્ક (કમ્યુનિટિ લીગલ સર્વિસિઝ દ્વારા અપાતું ગુણવત્તાનું ચિહ્ન - CLS Quality Mark) ધરાવતી સંસ્થાઓ, કંપનીઓ અને વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે, તેમના દ્વારા પૂરી પડાતી સલાહનું ખરાપણું (જાળવવું) જે તે સંસ્થા, કંપની અથવા વ્યક્તિની જવાબદારી છે. લીગલ સર્વિસિઝ કમિશન આવી કંપનીઓ, સંસ્થાઓ અથવા વ્યક્તિઓ દ્વારા પૂરી પડાયેલ કોઇ પણ ખોટી કે ગેરમાર્ગે દોરતી સલાહ માટેની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી.’
કોપીરાઇટ અને ડેટાબેઝના ઉપયોગ સંબંધી અધિકારો
આ વેબસાઇટ પર સામેલ કરાયેલ માહિતી કોપીરાઇટ અને/અથવા ડેટાબેઝના ઉપયોગ સંબંધી અધિકારોને અધીન છે, જે લીગલ સર્વિસિઝ કમિશનની માલિકીના છે. આ માહિતીની, જો તેની ચોકસાઇપૂર્વક નકલ કરવામાં આવે અને તેનો ઉપયોગ કોઇ ગેરમાર્ગે દોરતા સંદર્ભે કરવામાં ન આવે, તો અંગત અથવા ઘરની અથવા સંસ્થાની અંદર ઉપયોગ માટે આગોતરી પરવાનગી વિના, વિના મૂલ્યે નકલ કરી શકાય.
લીગલ સર્વિસિઝ કમિશનની માલિકીની કોપીરાઇટ અથવા ડેટાબેઝ રાઇટથી સુરક્ષિત માહિતીની નકલ કરવાની પરવાનગી આ વેબસાઇટ પરની એવી કોઇ પણ માહિતી જેના પર કોઇ ત્રીજા પક્ષનો કોપીરાઇટ અથવા ડેટાબેઝ રાઇટ હોય તેવી સામગ્રીને લાગુ પડતી નથી.
આવી માહિતીની નકલ કરવા માટેની પરવાનગી સંબંધિત કોપીરાઇટ અથવા ડેટાબેઝ રાઇટના માલિક પાસેથી મેળવવાની રહેશે.
‘લીગલ એડવાઇઝર શોધો’ (‘Find a legal adviser’) ડિરેક્ટરીમાંની માહિતી કોપીરાઇટ એન્ડ રાઇટ્સ ઇન ડેટાબેઝિઝ રેગ્યુલેશન્સ 1997 (1997ના કોપીરાઇટ અને ડેટાબેઝ સંબંધી નિયમોમાંના અધિકારો - Copyright and Rights in Databases Regulations 1997) હેઠળની ડેટાબેઝ સંબંધી અધિકારોથી સુરક્ષિત છે અને વેબસાઇટ પરની બધી જ અન્ય માહિતી કોપીરાઇટ, ડિઝાઇન્સ એન્ડ પેટન્ટ્સ એક્ટ 1988 (1988ના કોપીરાઇટ, ડિઝાઇન અને પેટન્ટ સંબંધી કાયદા - Copyright, Designs and Patents Act 1988)થી સુરક્ષિત છે.
ટ્રેડ માર્ક્સ અને લોગો
કમ્યુનિટિ લીગલ એડવાઇસ અને લીગલ સર્વિસિઝ કમિશનની ઓળખ આપતા નામ, ચિત્રો (ફોટા) અને લોગો લીગલ સર્વિસિઝ કમિશન અથવા તેની પાસેથી લાઇસન્સ મેળવનારાઓની માલિકીના ચિહ્નો છે. સરકારી વિભાગો, ત્રીજા પક્ષો અને તેમની માહિતી, તેમના ઉત્પાદનો અને તેમની સેવાઓની ઓળખ આપતા અન્ય નામો, ફોટા અને લોગો ક્રાઉન (તાજ – બ્રિટિશ સરકાર - Crown) અને/અથવા ત્રીજા પક્ષોની માલિકીના ચિહ્નો છે.
લીગલ સર્વિસિઝ કમિશનના લોગો અથવા આ વેબસાઇટ દ્વારા ઉપયોગમાં લેવાયેલા કોઇ પણ ત્રીજા પક્ષના લોગોની નકલ કરતા પહેલા કે તેમનો ઉપયોગ કરતા પહેલા, તમારે સંબંધિત ટ્રેડ માર્ક અથવા કોપીરાઇટના માલિકની પરવાનગી મેળવવાની રહેશે.
વાઇરસ વિરુદ્ધ સુરક્ષા
લીગલ સર્વિસિઝ કમિશન ઉત્પાદનના બધા જ તબક્કાઓમાં બધી જ સામગ્રીની ચકાસણી અને પરીક્ષણ કરવાના બધા જ પ્રયત્નો કરે છે. ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી બધી જ માહિતી પર કોઇ એન્ટિ વાઇરસ પ્રોગ્રામ ચલાવવો હંમેશા સમજદારીભર્યું હોય છે. આ વેબસાઇટ પરથી મેળવેલ માહિતીનો ઉપયોગ કરતી વખતે તમારા કોઇ પણ ડેટા અથવા તમારી કમ્પ્યુટર સિસ્ટમને થયેલ કોઇ પણ નુકસાન, વિક્ષેપ કે હાનિ માટે અમે કોઇ જ જવાબદારી સ્વીકારી શકીશું નહીં.
કાયદો અને અધિકારક્ષેત્ર
આ નિયમો અને શરતો ઇંગ્લેન્ડ અને વેલ્સના કાયદાઓને આધીન છે અને તેમનું અર્થઘટન તેને આધીન જ કરવામાં આવવું જોઇએ. આ નિયમો અને શરતો હેઠળ ઊભા થતા કોઇ પણ મતભેદ માત્ર ઇંગ્લેન્ડ અને વેલ્સની અદાલતોના અધિકારક્ષેત્રને જ આધીન રહેશે.
