આ વિભાગમાં
શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?
- મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો
0845 345 4 345પર ફોન કરો - સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
- શનિ સવારે 9 - બપોરે12:30
- કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો
તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો
તમારી મુલાકાત છુપાવો: તમારી મુલાકાત અને અગાઉની મુલાકાતોનો
રેકૉર્ડ છુપાવવો
એ શું છે?
અમારી વેબસાઇટ હવે તમને તમારી મુલાકાત છુપાવવાની એક ઝડપી રીત આપે છે. આ માર્ગદર્શિકા તમને જણાવે છે કે આવું કેવી રીતે કરવું અને એ પણ જણાવે છે કે તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી (તમે જે વેબસાઇટ્સ પર જાવ છો તેનો રેકૉર્ડ) કેવી રીતે કાઢી નાંખવી જેથી કોઇ જાણી ન શકે કે તમે કઇ વેબસાઇટ્સ પર ગયા છો.
તમારી મુલાકાત છુપાવવી
તમારી હાલની મુલાકાત છુપાવવા માટે, દરેક પેજના ઉપરના ભાગમાં આવેલા “મારી મુલાકાત છુપાવો” બટન પર ક્લિક કરો. આ બટન પર ક્લિક કરશો એટલે તમે ગૂગલ (Google) ના હોમપેજ પર પહોંચી જશો.
“મારી મુલાકાત છુપાવો” બટન પર ક્લિક કરવાથી ફક્ત તમારી હાલની મુલાકાત જ છુપાશે; પણ તમારી મુલાકાતનો રેકૉર્ડ હજુ પણ તમારા વેબ બ્રાઉઝરમાં રહેશે. આવા રેકૉર્ડ કાઢી નાંખવા માટે નીચેની સૂચનાઓ અનુસરો.
તમે તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી કેવી રીતે છુપાવી શકો?
જ્યારે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, ત્યારે સામાન્ય રીતે તમારું વેબ બ્રાઉઝર તમે કયા પેજિઝ પર ગયા છો તેના વિશેની માહિતી સંઘરી રાખે છે. તમે આ માહિતીને તમારા વેબ બ્રાઉઝરને લાગુ પડતી સૂચનાઓનો ઉપયોગ કરીને કાઢી નાંખી શકો છો. તમે કયું વેબ બ્રાઉઝર વાપરો છો તે જાણવા માટે તમારા વેબ બ્રાઉઝરના ઉપરના બાર પર “help” (હેલ્પ) પર ક્લિક કરો.
કમ્પ્યુટર્સ અને ઑપરેટિંગ સિસ્ટમ્સ જુદા-જુદા અનેક પ્રકારના હોય છે. અમારી સૂચનાઓ વિન્ડોઝ એક્સપી (Windows XP) અને ઍપલ ઓએસએક્સ (Apple OS X) ચલાવતા કમ્પ્યુટર્સ પર આધારિત છે, પણ આ સૂચનાઓ અન્ય ઑપરેટિંગ સિસ્ટમ્સ માટે પણ સરખી જ હશે.
અમે એવી ભલામણ કરીશું કે તમે આ સૂચનાઓનું પાલન કરો તેની પહેલા એક “સુરક્ષિત” વેબ પેજ (એવું પેજ જેની સામે કોઇ વાંધો ન ઉઠાવી શકે, દાખલા તરીકે મોસમ અથવા સામાન્ય માહિતી વિશેનું) પર જાવ. જો તમે આ સૂચનાઓનું પાલન કરતી વખતે અમારી સાઇટ પર રહેશો, તો શક્ય છે કે તમારું વેબ બ્રાઉઝર આ પેજની માહિતી રાખે.
- ઇન્ટરનેટ એક્સપ્લોરર (Internet Explorer)
- ફાયરફોક્સ અથવા નેટસ્કેપ (Firefox or Netscape)
- ઓપેરા(Opera)
- સફારી (Safari)
ઇન્ટરનેટ એક્સપ્લોરર
ઇન્ટરનેટ એક્સપ્લોરરના કેટલાંક જુદા-જુદા સંસ્કરણો છે; નીચેની માહિતી ઇન્ટરનેટ એક્સપ્લોરર 7 વિશેની છે. તમારે બીજા સંસ્કરણો વિશે જે માહિતી જોઇએ તે આના જેવી અથવા સહેજ જ જુદી હોવી જોઇએ.
- 1. “Tools” (ટૂલ્સ) મેન્યુ પર ક્લિક કરો.
- 2. “Internet Options” (ઇન્ટરનેટ ઓપ્શન્સ) પસંદ કરો.
- 3. “General” (જનરલ) ટૅબ પર “Browsing history” (બ્રાઉઝિંગ હિસ્ટ્રી) પસંદ કરવા માટે ક્લિક કરો અને પછી “Delete” (ડિલીટ) બટન ક્લિક કરો.
- 4. પછી “Temporary Internet Files”(ટૅમ્પરરી ઇન્ટરનેટ ફાઇલ્સ) પસંદ કરો અને પછી “Delete files” (ડિલીટ ફાઇલ્સ) પર ક્લિક કરો. (જો કોઇ પૉપ-અપ દેખાય તો તમારે “yes” (યસ) પર ક્લિક કરવું પડશે).
- 5. “History” (હિસ્ટ્રી) પસંદ કરો અને “Delete History” (ડિલીટ હિસ્ટ્રી) પર ક્લિક કરો. (ફરી, જો કોઇ પૉપ-અપ દેખાય તો તમારે “yes” પર ક્લિક કરવું પડશે) .
- 6. “Form Data” ફૉર્મ ડેટા પસંદ કરો અને “Delete Forms” (ડિલીટ ફૉર્મ્સ) પર ક્લિક કરો (જો કોઇ પૉપ-અપ દેખાય તો તમારે “yes” પર ક્લિક કરવું પડશે).
- 7. છેવટે આ વિન્ડોની નીચેના ભાગમાં “Close” (ક્લોઝ) પર ક્લિક કરો.
ફાયરફોક્સ અથવા નેટસ્કેપ
નીચેનાં પગલાં કોઇ વિન્ડોઝ એક્સપી કમ્પ્યુટર પર ફાયરફોક્સનો ઉપયોગ કરનારાઓ માટે છે. ઍપલ મેકિન્ટોશ પર ફાયરફોક્સનો ઉપયોગ કરતાં તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી કેવી રીતે કાઢી નાંખવી તેના માટેની સૂચનાઓ માટે નીચે સ્ક્રૉલ કરો.
વિન્ડોઝ એક્સપી પર ફાયરફોક્સ
- 1. “Tools” મેન્યુ પર ક્લિક કરો.
- 2. પૉપ-અપ વિન્ડોમાંથી “Privacy” (પ્રાઇવસી) વિકલ્પ પર ક્લિક કરો.
- 3. “clear your recent history” (ક્લિયર યોર રિસન્ટ હિસ્ટ્રી) લિંક પર ક્લિક કરો.
- 4. તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી કાઢી નાંખવા માટે કેટલાક વિકલ્પોવાળું એક ડ્રૉપડાઉન બોક્સ છે; તમે પાછલા એક કલાક, પાછલાં ચાર કલાક, પાછલા દિવસ માટેની અથવા બધી જ હિસ્ટ્રી કાઢી નાખી શકો.
- 5. પછી તમારે જે કાઢી નાંખવુ હોય તે પસંદ કરો; અમે ભલામણ કરીશું કે તમે બ્રાઉઝિંગ એન્ડ ડાઉનલોડ હિસ્ટ્રી઼ (“Browsing and Download History”), ફૉર્મ એન્ડ સર્ચ હિસ્ટ્રી (“Form & Search History”) અને કૅશ (“Cache”) કાઢી નાંખો.
- 6. એક વાર તમે પસંદ કરી લો કે તમારે શું કાઢી નાંખવુ છે, તો “Clear Now” (ક્લિયર નાઉ) બટન પર ક્લિક કરો.
- 7. છેવટે ઑપ્શન્સ બોક્સ બંધ કરવા માટે “OK” (ઓકે) પર ક્લિક કરો.
ઍપલ મેકિન્ટોશ પર ફાયરફોક્સ
- 1. “Tools” પર ક્લિક કરો.
- 2. “Clear Private Data” (ક્લિયર પ્રાઇવેટ ડેટા) પસંદ કરો.
- 3. “Browsing History”, “Saved Form and Search History” (સેવ્ડ ફૉર્મ એન્ડ સર્ચ હિસ્ટ્રી), “Cache” અને “Authenticated Sessions” (ઑથેન્ટિકેટેડ સેશન્સ) ની સામે જમણી બાજુ ખરાની નિશાની હોય તે નિશ્ચિત કરો.
- 4. પછી “Clear Private Data Now” (ક્લિયર પ્રાઇવેટ ડેટા નાઉ) પર ક્લિક કરો.
ઓપેરા
- 1. “Tools” મેન્યુ પર ક્લિક કરો.
- 2. “Preferences” (પ્રેફરન્સિઝ) પર ક્લિક કરો.
- 3. આ પેજ પરથી “Advanced” (એડવાન્સ્ડ) ટૅબ પસંદ કરો.
- 4. આ પેજ પર સ્ક્રીનના ડાબા ભાગે “History” (હિસ્ટ્રી) વિભાગ પર ક્લિક કરો.
- 5. હવે “Addresses” (એડ્રેસિઝ)ની જમણી બાજુએ “Clear” (ક્લિયર) બટન ક્લિક કરો.
- 6. પછી “Disk Cache” (ડિસ્ક કૅશ)ની જમણી બાજુએ “Empty Now” (એમ્ટી નાવ) પર ક્લિક કરો.
- 7. છેવટે તમારે પ્રેફરન્સ પેજ બંધ કરવા માટે “OK” પર ક્લિક કરવું પડશે.
સફારી
સફારી, વિન્ડોઝ અને ઍપલ મેકિન્ટોશ બંનેનો ઉપયોગ કરનારાઓ માટે ઉપલબ્ધ છે. આ સૂચનાઓ વિન્ડોઝ એક્સપી અને ઍપલ ઓએસએક્સ પર સફારીનો ઉપયોગ કરનારાઓ માટે છે.
વિન્ડોઝ એક્સપી પર સફારી
- 1. તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી કાઢી નાંખવા માટે પેજના ઉપરના ભાગમાંના મેન્યુમાંથી “History” (હિસ્ટ્રી) પર ક્લિક કરો.
- 2. “Clear History” (ક્લિયર હિસ્ટ્રી) પર ક્લિક કરો.
- 3. પૉપ-અપ બોક્સમાં “Clear” (ક્લિયર) પર ક્લિક કરો.
- 4. કૅશ ખાલી કરવા માટે પેજના ઉપરના ભાગમાંના મેન્યુમાંથી “Edit” (એડિટ) પર ક્લિક કરો.
- 5. “Empty Cache” (એમ્ટી કૅશ) પર ક્લિક કરો.
એક વાર તમે તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી કાઢી નાંખ્યા બાદ, તમે “Private Browsing” (પ્રાઇવેટ બ્રાઉઝિંગ)નો ઉપયોગ કરી શકો. પ્રાઇવેટ બ્રાઉઝિંગનો અર્થ કે તમે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરશો ત્યારે સફારી તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી સંઘરશે નહીં.
1. પ્રાઇવેટ બ્રાઉઝિંગનો ઉપયોગ કરવા માટે ઉપરના મેન્યુમાંથી “Edit” પર ક્લિક કરો.
2. પછી જે બોક્સ દેખાય તેમાં “OK” પર ક્લિક કરો.
ઍપલ ઓએસએક્સ પર સફારી
- 1. તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી કાઢી નાંખવા માટે પેજના ઉપરના ભાગમાંના મેન્યુમાંથી “History” પર ક્લિક કરો.
- 2. “Clear History” પર ક્લિક કરો.
- 3. પૉપ-અપ બોક્સમાં “Clear” પર ક્લિક કરો.
- 4. કૅશ ખાલી કરવા માટે પેજના ઉપરના ભાગમાંના મેન્યુમાંથી “Safari” (સફારી) પર ક્લિક કરો.
- 5. “Empty Cache” (એમ્ટી કૅશ) પર ક્લિક કરો.
એક વાર તમે તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી કાઢી નાંખ્યા બાદ, તમે “Private Browsing” નો ઉપયોગ કરી શકો. પ્રાઇવેટ બ્રાઉઝિંગનો અર્થ કે તમે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરશો ત્યારે સફારી તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી સંઘરશે નહીં.
- 1. પ્રાઇવેટ બ્રાઉઝિંગનો ઉપયોગ કરવા માટે ઉપરના મેન્યુમાંથી “Edit” પર ક્લિક કરો.
- 2. પછી જે બોક્સ દેખાય તેમાં “OK” પર ક્લિક કરો.
